દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાનના એાએસડીની ધરપકડ

નવી દિલ્હી તા. 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર 

પાટનગર નવી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઑફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (એાએસડી) જી કે માધવની બે લાખ રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ધરપકડ કરાઇ હતી.

સીબીઆઇએ માધવને બે લાખ રૂપિયા લેતાં ઝડપી લીધા હતા. અત્રે એ યાદ રહે કે આવતી કાલે આઠમી ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. આમ તો દસ લાખ રૂપિયાની લાંચ નક્કી થઇ હતી. બે લાખ રૂપિયા એનો પહેલો હપ્તો હતો.

જી કે માધવ 2015થી ઓએસડી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે એટલી સ્પષ્ટતા કરાઇ હતી કે આ લાંચ કેસમાં સિસોદિયા કોઇ રીતે સંડોવાયેલા નથી.

સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યા મુજબ ફરિયાદી અને માધવ વચ્ચેની ટેલિફોનિક વાતચીતને પણ ટેપ કરાઇ હતી અને આ કિસ્સામાં સીબીઆઇએ એક સાક્ષી પણ તૈયાર રાખ્યો હતો જે સમગ્ર ઘટનાનો ચશ્મદીદ (નજરે જોનાર ) સાક્ષી હતો. ગુરૂવારે રાત્રે માધવને લાંચના પહેલા હપ્તાની રકમ લેતાં ઝડપી લેવાયા બાદ એને સીબીઆઇના વડા મથકે પૂછપરછ માટે લઇ જવાયો હતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vggHQX
via Latest Gujarati News

Post a Comment

0 Comments