નવી દિલ્હી તા. 7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
અમેરિકાએ યમનમાં આતંકવાદી કાસિમ અલ-રીમીને ઠાર કર્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા. અલ-રીમી અલ કાયદાના સ્થાપકોમાંનો એક આતંકવાદી હતો.
ઇમ્પીચમેન્ટમાંથી ઊગરી ગયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકાના આતંકવાદ વિરોધી દળે યમનમાં કાસિમ અલ-રીમી ઉપરાંત અલ કાયદાના નાયબ વડા અયમાન અલ જવાહિરીને પણ ઠાર કર્યો હોવાનું ખુદ અમેરિકાએ જાહેર કર્યું હતું.
કાસિમ અલ રીમી એવા 23 રીઢા આતંકવાદીઓમાં એક હતો જે 2006ના ફેબ્રુઆરીની ત્રીજીએ યમનમાં જેલ તોડીને નાસી ગયા હતા. યમનમાં 2007માં થયેલા જે આતંકવાદી હુમલામાં સ્પેનના સાત પર્યટકો માર્યા ગયા હતા એમાં પણ અલ રીમી સંડોવાયેલો હતો. અમેરિકાએ એને ઠાર કર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAtLaS
via Latest Gujarati News
0 Comments