
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
શાહરૂખ ખાન રૂપેરી પડદે પાછો આવે તેની વાત લાંબા સમયથી કરી રહી છે. પરંતુ તેમાં કોઇ સત્યનો અંશ નથી. શાહરૂખે પણ અત્યાર સુધી કોઇ ફિલ્મ સ્વીકારવાની વાત કરી નથી.
હવે થોડા સમયથી ફરી શાહરૂખ ફિલ્મ બાબતે ચર્ચામાં છે. દિગ્દર્શક રાજ અને ડીકે, રાજ કુમાર હીરાણી અને એટલી કુમારની ફિલ્મો માટે સતત ચર્ચામાં છે. તે આ દિગ્દર્શકોની ફિલ્મની વાર્તામાં રસ લઇ રહ્યો છે. આ વચ્ચે હવે એક નવી ખબર આવી છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, તમિલ દિગ્દર્શક એટલી સાથે શાહરૂખ ખાન સૌથી પહેલા કામ શરૂ કરશે. થોડા મહિનાઓમાં આ ફિલ્મના શૂટિંગની શરૂઆત કરવામાં આવશે.
કરણ જોહર આ ફિલ્મનું નિર્માણ એટલી સાથે કરી રહ્યા છે,અને શાહરૂખની નિર્માણ કંપની પણ ભાગીદાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HejL2V
via Latest Gujarati News
0 Comments