
(પીટીઆઇ) લંડન, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
9000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ ભારતમાં પ્રત્યાર્પણનો સામનો કરી રહેલા દારૂના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા આજે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં હાજર થયો હતો.
કોર્ટમાં આજે ભારતમાં પ્રત્યાર્પણની વિરૂદ્ધ માલ્યાએ કરેલી અપીલની આજે સુનાવણી હતી. સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ દાવો કર્યો હતો કે પ્રત્યાર્પણ અંગેના મેજિસ્ટ્રેટના આદેશમાં અનેક ભૂલો છે.
કિંગફીશર એરલાઇન્સના પૂર્વ વડા 64 વર્ષીય માલ્યાની એપ્રિલ, 2017માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી.જો કે ત્યારબાદ તેમને જામીન પર મુકત કરી દેવામાં આવ્યા હતાં.
તેઓ હાલમાં જામીન પર બહાર છે. માલ્યાના વકીલોએ ન્યાયમૂર્તિ સ્ટીફન ઇર્વિન અને ન્યાયમૂર્તિ લેઅંગને જણાવ્યું હતું કે ડિસેમ્બર, 2018માં ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટે પ્રત્યાર્પણના સમર્થનમાં આપેલા ચુકાદામાં અનેક ખામીઓ રહેલી છે.
માલ્યાના વકીલ કલેર મોન્ટ્ગોમેરીએ જણાવ્યું હતું કે જ્યારે માલ્યાએ બેંકો પાસેથી લોન લીધી ત્યારે તેમનો ઇરાદો બેંકો સાથે છેતરપિંડી કરવાનો ન હતો. વકીલે વધુમાં જણાવ્યું છે કે ન્યાયમૂર્તિ એમ્મા અર્બુથનોટે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા વગર જ ચુકાદો આપી દીધો હતો.
માલ્યાએ કરેલી અપીલ અંગે ત્રણ દિવસ સુનાવણી ચાલશે. આવતીકાલે ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ આવતીકાલે દલીલો કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)ના પ્રતિનિિધઓ પણ કોર્ટમાં હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબુ્રઆરીમાં બ્રિટનના પૂર્વ ગૃહ સચિવ સાજિદ જાવીદે માલ્યાને પ્રત્યાર્પણના આદેશ વિરૂદ્ધ અપીલ કરવાની પરવાનગી આપી હતી. માલ્યાના વકીલો મુંબઇની આર્થર રોડ જેલના બેરેક 12 સપૂર્ણ સલામત હોવાના ભારત સરકારના દાવાને પણ પડકારશે. ઉલ્લેખનીય છે કે માલ્યાને 2017માં 6.5 લાખ પાઉન્ડના બોન્ડ અને પ્રવાસ પર પ્રતિબંધ સહિતની શરતનો આધીન 2 જામીન આપવામાં આવ્યા હતાં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HcdgOa
via Latest Gujarati News
0 Comments