સમગ્ર દુનિયામાં તબાહી મચાવનાર કોરોના વાયરસની પ્રથમ તસવીર સામે આવી... જુઓ

બેઈજિંગ, તા. 09 ફેબ્રુઆરી 2020 રવિવાર

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવવાની શરૂઆત કરી નાખી છે. જાપાન, સિંગાપુર, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી 723 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે તેનાથી 34,598 લોકો અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

હવે માઈક્રોસ્કોપ દ્વારા ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની અસલી તસવીર દુનિયા સામે આવી છે. જે લોકોને ચોંકાવી રહી છે. માઈક્રોસ્કોપ દ્વારા કોરોના વાયરસની જે તસવીર સામે આવી છે, તેમાં આ વાયરસ એક મિલીમીટરના એક લાખમાં ભાગમાં વિભાજીત કરવો પડશે. જેથી તેને માપી શકાય.

રિસર્ચરે હાલમાં જ કોરોના વાયરસની માઈક્રોસ્કોપથી લીધેલી તસવીર જાહેર કરી છે. હોંગકોંગ યુનિવર્સિટીના એલ.કે.એસ ફેકલ્ટી ઓફ મેડિસિને આ જીવલેણ અને ખતરનાક વાયરસની તસવીર જાહેર કરી છે. આ વાયરસનો આકાર માઈક્રોમીટરમાં છે, જે એક મિલીમીટરનો એક હજારમો ભાગ છે. વાયરસ 20 નેનોમીટરની વચ્ચે વ્યાસમાં હોય છે. એક નેનોમીટર એક માઈક્રોમીટરનો એક હજારમો ભાગ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39nymoW
via Latest Gujarati News

Post a Comment

0 Comments