નવી દિલ્હી, તા. 16 ફેબ્રુ્આરી 2020, રવિવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમા 62 સીટ જીતનાર આમ આદમી પાર્ટી ત્રીજી વખત રાજધાનીના CMનું પદ સંભાળશે. અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના રામલીલા મેદાનમા CM પદના શપથ લીધા. આ સિવાય 6 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા.
અરવિંદ કેજરીવાલ જૂના મંત્રીઓ સાથે જ નવી સરકાર બનાવશે. ફેમસ સંગીતકાર અને સિંગર વિશાલ ડડલાનીએ કલકાજીની સીટ પરથી ચૂંટણી જીતનાર આતિશી માર્લનાને કેબિનેટમા પદ ના અપતા નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યુ કે, આતિશીને કેબિનેટમા પદ નહીં મળતા હું નિરાશ થયો છું. તે એવી વ્યક્તિ છે કે, જેને દિલ્હીમાં કાર્ય કરવા માટે કોઈપણ પદની જરૂર નથી.
વિશાલ ડડલાની આમ આદમી પાર્ટીના સમર્થક છે. તેમણે જ આમ આદમી પાર્ટીનુ થીમ સોંગ લગે રહો કેજરીવાલ ગાયુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zrJyi
via Latest Gujarati News
0 Comments