નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હી પોલીસના 73માં સ્થાપના દિવસના કાર્યક્રમમા સામેલ થયા છે.
આ દરમિયાન અમિત શાહે કહ્યુ કે હું લોકોને વિનંતી કરૂ છુ કે જ્યારે પણ આપ દિલ્હી જાઓ તો પોતાના રાષ્ટ્ર માટે બલિદાન આપનારા 35000 પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ સ્મારકની જરૂર મુલાકાત લો.
તેમણે કહ્યુ કે દેશની આઝાદી બાદ પોલીસના આ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન દેશની સુરક્ષા અને દેશની કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે આપ્યુ છે.
અમિત શાહે કહ્યુ કે આપણી માટે અનેક તહેવાર હોય છે પરંતુ પોલીસ માટે દરેક તહેવાર પોતાની જવાબદારીનુ પાલન કરવાની તક હોય છે. આટલી જવાબદારી સાથે જે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે તેમનું સન્માન દેશના દરેક નાગરિકના હૃદયમાં હોવુ જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આપણે સમજવુ જોઈએ કે પોલીસ આપણી સુરક્ષા માટે છે.
HM Amit Shah:Police shanti aur suraksha vyavastha banaye rakhne ka kaam bina kisi dharm or jaati ko dekhkar nahi karti hai, zarurat per madad karti hai. Vo kisi ki dushman nahin hai police shanti ki dost hai vyavastha ki dost hai isliye sadaiv uska samman kiya jana chahiye (2.2) https://t.co/OuFwMJGvaX pic.twitter.com/CSGwyCLjjb
— ANI (@ANI) February 16, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Stsrc2
via Latest Gujarati News
0 Comments