Video: વારાણસી પહોંચ્યા PM મોદી, 1600 કરોડની પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ

વારાણસી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર

PM મોદી આજે વારાણસીના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. બાબતપુર એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યુ. 


પીએમ મોદી અહીંથી જંગમવાડી મઠ માટે કારથી રવાના થશે જ્યાં હજારોની સંખ્યામાં લોકો પીએમના સ્વાગતમાં હાજર છે. પીએમ મોદી આજે વારાણસીમાં હજારો કરોડની અલગ-અલગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે તેમજ જનસભા સંબોધશે. 

પીએમ મોદીનો આ 22મો વારાણસી પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વારાણસીમાં ચાલી રહેલા વીરશૈવ મહાકુંભના શતાબ્દી સમારોહમાં સામેલ થશે. જે બાદ PM મોદી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

ત્રણ જ્યોતિર્લિંગોના દર્શન કરાવનાર મહાકાલ એક્સપ્રેસને પણ પીએમ મોદી લીલી ઝંડી આપશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zdpG2
via Latest Gujarati News

Post a Comment

0 Comments