નવી દિલ્હી, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
પીએમ મોદીને ડંડા મારવા અંગેના રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરવાનો સંસદમાં પ્રસ્તાવ મુકી રહેલા સરકારના સ્વાસ્થ્ય મંત્રી માનિક ટાગોરના હર્ષવર્ધન તરફ દોડવાના કૃત્યનો રાહુલ ગાંધીએ બચાવ કર્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ ઘટના બાદ કહ્યુ હતુ કે, હર્ષવર્ધનનો ડ્રામા છે. સરકાર રોજગાર મુદ્દે પર કોઈ જવાબ આપી રહી નથી અને હું આ મુદ્દે સતત પ્રશ્નો પૂછી રહ્યો હોવાથી મને રોકવા માટે આખુ નાટક કરવામાં આવ્યુ છે.
રાહુલ ગાંધીએ કહયુ હતુ કે, હર્ષવર્ધનને સૂચના હતી કે બીજા કોઈ મુદ્દા લોકસભામાં ઉઠે નહી. અમારા સાંસદે કોઈ હુમલો કર્યો નથી.ઉલટાનુ તેમના પર હુમલો થયો છે. તમે વિડિયો ફૂટેજમાં જોઈ શકો છે. માનિક ટાગોર સંસદના વેલમાં ગયા હતા પણ તેમણે કોઈના પર હુમલો કર્યો નથી.
રાહુલ ગાંધીએ ફરી પીએમ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પોતાના પદ પ્રમાણે વ્યવહાર નથી કરી રહ્યા. પીએમનો એક ખાસ દરજ્જો હોય છે અને અલગ પ્રકારનુ સ્તર હોય છે. મેં તેમને પૂછ્યુ કે રોજગારીનુ શું તો તેઓ નહેરૂ અને પાકિસ્તાન પર બોલતા રહ્યા પણ મારા પ્રશ્નનો જવાબ નહોતો આપી શક્યા. દેશના યુવાઓનો પણ આ સવાલ છે જેનો જવાબ પીએમ આપી શકતા નથી.
આ પહેલા સંસદમાં બન્યુ એમ હતુ કે, રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તારમાં મેડિકલ કોલેજ અંગે સવાલ કર્યો ત્યારે તેનો જવાબ આપતા પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, જવાબ આપતા પહેલા હું પીએમ પર તેમણે આપેલા આપત્તિજનક નિવેદનની નિંદા કરૂ છું. આવુ સાંભળતા જ કોંગ્રેસી સાંસદોએ પિત્તો ગુમાવ્યો હતો.
Rahul Gandhi,Congress: There is an issue in Wayanad about them not having a Medical College so I wanted to raise.BJP obviously doesn't like it if I speak.We are not allowed to speak in Parliament.See visuals,Manickam Tagore (Cong MP) didn't attack anyone rather he was attacked. https://t.co/PQd9iDYsbE pic.twitter.com/fhMphwPULF
— ANI (@ANI) February 7, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UuaYSl
via Latest Gujarati News
0 Comments