નવી દિલ્હી, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
અયોધ્યામાં રામનવમી એટલે કે બે એપ્રિલના દિવસથી ભવ્ય રામ મંદિર માટે શિલાન્યાસ થાય તેવી સંભાવના છે.
મળતી વિગતો પ્રમાણે ખુદ પીએમ નરેન્દ્ર મોદી આ સમારોહમાં હાજર રહેશે. જેમાં દેશ વિદેશના મહેમાનોને આમંત્રિત કરવાની યોજના પણ બનાવાઈ રહી છે.
મંદિર નિર્માણ દરમિયાન રામલલાને થોડા સમય માટે મૂળ જગ્યાએથી હટાવાઈ શકે છે. ગર્ભગૃહના નિર્માણ સમયે રામલલાની મૂર્તિને હાલના સ્થળેથી બીજે ખસેડવાની જરુર પડી શકે છે.
રામ મંદિર ટ્રસ્ટમાં નિમણૂંકો અંગે અયોધ્યામાં સંત સમુદાયના એક હિસ્સા દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ ટ્રસ્ટમાં સ્થાન પામનાર સ્વામી પરમાનંદજી માહારાજે કહ્યુ હતુ કે, ટ્રસ્ટમાં બરૂ સમજી વિચારીને લોકોને સામેલ કરાયા છે. દેશના પ્રાચીન ગૌરવની હજારો વર્ષ બાદ ફરી સ્થાપના થવા જઈ રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bn0F8O
via Latest Gujarati News
0 Comments