રામ મંદિર ટ્રસ્ટમાં બ્રાહ્મણો પર કોંગ્રેસી નેતાએ કર્યુ વિવાદિત ટ્વિટ, કોંગ્રેસમાં જ વિરોધ

નવી દિલ્હી, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

ભાજપમાંથી સાંસદ રહી ચુકેલા અને હવે કોંગ્રેસમાં સામેલ દલિત નેતા ઉદિત રાજે રામ મંદિર ટ્રસ્ટ પર કરેલી ટિપ્પણીના પગલે કોંગ્રેસની અંદર જ ઘમાસાણ મચી ગયુ છે.

ઉદિત રાજે ટ્રસ્ટમાં એક જ દલિત સભ્યને સ્થાન આપવા સામે ટ્વિટ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે, વસતી ગણતરી પ્રમાણે દલિતોની વસતી બ્રાહ્મણો કરતા ત્રણ ગણી છે ત્યારે ટ્રસ્ટ માત્ર બ્રાહ્મણોના ભરોસે કેવી રીતે છોડી શકાય, સરકાર બેઈમાની કરી રહી છે. બહુજન સમાજ મજૂરી કરે અને બ્રાહ્મણો મલાઈ ખાય ..

જોકે તેની સામે કોંગ્રેસના જ નેતાઓએ વિરોધ શરૂ કરી દીધુ છે. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા રાજીવ ત્યાગીએ તો ઉદિત રાજને ખુલ્લી ચેલેન્જ આપી છે કે, બ્રાહ્મણ હોવુ પાપ નથી. કોઈ પણ વ્યક્તિ મારી સાથે ડિબેટ કરી લે.

જ્યારે અન્ય એક કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે કહ્યુ હતુ કે, કોંગ્રેસની પરંપરા કોઈ જાતિ કે સમુદાય પર ટિપ્પણી કરવાની નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uqKRkA
via Latest Gujarati News

Post a Comment

0 Comments