નવી દિલ્હી, તા.7 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
પીએમ નરેન્દ્ર મોદીને યુવાઓ ડંડા મારશે તેવુ આપત્તિજનક નિવેદન રાહુલ ગાંધીએ બે દિવસ પહેલા આપ્યુ હતુ.
આ નિવેદનનો પીએમ મોદીએ ગઈકાલે સંસદમાં વળતો જવાબ આપતા કહ્યુ હતુ કે, 6 મહિનાનો સમય મળ્યો છે એટલે ડંડા વાગે તે પહેલા સૂર્યનમસ્કાર કરીને મારી પીઠ મજબૂત બનાવીશ.
જોકે આ નિવેદન પર આજે પણ લોકસભામાં હંગામો ચાલુ રહ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાહુલ ગાંધીના નિવેદનને બેફામ ગણાવીને સંસદને આ નિવેદન વખોડી કાઢવા માટે આગ્રહ કર્યો હતો.
જોકે ડો.હર્ષવર્ધનની માંગણીનો કોંગ્રેસી સાંસદોએ ભારે વિરોધ કરીને તેમને ઘેરી લીધા હતા. એક તબક્કે કોંગ્રેસના એક સાંસદ મનિકમ ટાગોર હર્ષવર્ધન તરફ દોડ્યા હતા અને ધક્કા મુક્કી અને ઝપાઝપીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. એ પછી સ્પીકર ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી થંભાવી દીધી હતી.
ભાજપે કહ્યુ હતુ કે, કોંગ્રેસી સાંસદોએ હર્ષવર્ધનની સાથે ધક્કા મુક્કી કરવાની કોશિશી કરી હતી. રાહુલ ગાંધીની ઉશ્કેરણી પર કોંગી સાંસદો ડંડાવાળી કરવાનો રસ્તો અપનાવવા માંગે છે. આ કોંગ્રેસની ગુંડાગર્દી છે. કોંગ્રેસનુ વલણ કમનસીબ છે.
Lok Sabha adjourned till 1 pm after uproar over Rahul Gandhi's earlier statement 'Ye jo Narendra Modi bhashan de raha hai, 6 mahine baad ye ghar se bahar nahi nikal payega. Hindustan ke yuva isko aisa danda marenge'. pic.twitter.com/ewuWBaPKKW
— ANI (@ANI) February 7, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/377ICA2
via Latest Gujarati News
0 Comments