દીપિકાએ ફિલ્મ 'મહાભારત' બનવાની વાતને સમર્થન આપ્યું


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

દીપિકા પદુકોણે ફિલ્મ 'મહાભારત' પ્રોજેકટ બનવાની વાતને સમર્થન આપ્યું છે. તેણે કહ્યુ ંહતુ ંકે, આ કોઇ સામાન્ય ફિલ્મ ન હોય આ ફિલ્મ બનાવવા માટે સંપૂર્ણ ટીમે બહુ મહેનત કરવી પડશે. 

કહેવાય છે કે, આ ફિલ્મમા ંદીપિકા દ્રોપદીનું પાત્ર ભજવવાની છે. તે મધુ મંટેના સાથે આ ફિલ્મ બનાવવાની યોજના કરીરહી છે. આ ફિલ્મના પ્રોડકશન, બજેટથી લઇને કોસ્ચ્યુમ સુધી પાંચગણી મહેનત કરવી પડશે. આ ફિલ્મને અમે ઓછા સમયપત્રકમાં પુરી નહીં કરી શકીએ. આ મારી કારકિર્દીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 

જેને હું ૨૦૨૧ની દીવાળી પર રિલીઝ કરવાની તૈયારી કરી રહી છું. 

દીપિકાની હાલની 'છપાક' ફિલ્મ  બોક્સ ઓફિસ પર ઊંધા માટે પટકાઇ છે. તેની જેએનયુની મુલાકાત તેની કારકિર્દી પર વિપરીત અસર કરી ગઇ છે. દર્શકો તેની જેનએયુની વીઝીટથી નારાજ થયા હતા. અને તેની આ પ્રવૃતિને દેશદ્રોહ સમાન ગણાવી હતી. દીપિકાને બ્રાન્ડ વેલ્યુ પણ આ જ કારણે ઘટી ગઇ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w8D0J1
via Latest Gujarati News

Post a Comment

0 Comments