ચીનથી પાછા ફરેલા તમામ ભારતીયો વાઇરસ મુક્ત નીકળ્યા

નવી દિલ્હી તા. 7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર

ચીનથી પાછાં ફરેલાં તમામ ભારતીયોના કોરોના વાઇરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ઔપચારિક જાહેરાત થઇ હતી.

હાલ ચીનમાં કોરોના વાઇરસે રીતસર હાહાકાર ફેલાવ્યો છે. ખુદ ચીનની એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ 25 હજાર લોકો આ વાઇરસનો શિકાર બનીને મૃત્યુ પામ્યા હતા. 

હજુ  બીજા હજારો લોકો આ વાઇરસના ચેપનો ભોગ બન્યા હતા. ચીનથી ભારત પાછાં ફરેલા 645  નાગરિકોનો મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેથી એમાંના કોઇ આ વાઇરસનો ભોગ બન્યા છે કે કેમ એ જાણી શકાય. તમામ ભારતીયોના લેબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાએ કરી હતી.

ચીનના જે પ્રાંત વુહાનમાં આ વાઇરસે હાહાકાર ફેલાવ્યો છે ત્યાંથી આ બધા ભારતીયો આવ્યા હતા. મોટા ભાગના ભારતીયો વિદ્યાર્થીઓ હતા જે ચીનમાં વિવિધ અભ્યાસક્રમો કરી રહ્યા હતા. કેટલા વેપારીઓ પણ હતા.

આરોગ્ય ખાતાએ વધુમા જણાવ્યું હતું કે છઠ્ઠી ફેબ્રુઆરી સુધીમાં એક લાખ 38 હજાર 650 ભારતીયોના ટેસ્ટ લેવાયા હતા પરંતુ કોઇને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાના રિપોર્ટ નહોતા. 

અત્યાર સુધીમાં ભારતમાં માત્ર કેરળમાં કોરોના વાઇરસના ત્રણ કેસ જાહેર થયા હતા. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31ztB8X
via Latest Gujarati News

Post a Comment

0 Comments