
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2020, સોમવાર
કોરોના વાયરસના કારણે દુનિયાભરના લોકો ડરમાં જીવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 700થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનમાં સૌથી પહેલા ફેલાયેલો આ વાયરસ દુનિયા માટે જોખમરૂપ બની ચુક્યો છે. તેનાથી બચવા માટે લોકો ઈંટરનેટ પર ઉપાયો શોધી રહ્યા છે. પરંતુ કોરોના વાયરસથી વધારે લોકોએ હૈકર્સથી ડરવાની જરૂર છે.
સાયબર સિક્યોરિટી ફર્મની એક રિપોર્ટ અનુસાર કોરોનાવાયરસનો ડર જે ફેલાયેલો છે તેનો લાભ હૈકર્સ લઈ રહ્યા છે. હૈકર્સ એવા લોકો પર નજર રાખીને બેઠા છે જેઓ આ વાયરસથી બચવાના ઉપાયો નેટ પર સર્ચ કરી રહ્યા છે.
શોધકર્તાઓના જણાવ્યાનુસાર હૈકર્સ લોકોની પર્સનલ જાણકારી ચોરી રહ્યા છે. લોકો વાયરસ સંબંધિત જાણકારી અને સેફ્ટી ટિપ્સ શોધતી વખતે અપરાધીઓની ખતરનાક ફાઈલ્સ સુધી પહોંચી જાય છે. આ ફાઈલોને હૈકર્સએ પીડીએફ, એમપી4 અને ડોક્સ ફાઈલ તરીકે રાખી હોય છે. લોકો વાયરસની જાણકારી મેળવવા તેને ડાઉનલોડ કરે છે તેના કારણે તેમના ડિવાઈસમાં માલવેર આવી જાય છે. આ ફર્મએ આ પ્રકારની 10 ફાઈલ શોધી કાઢી છે જેમાં ખતરનાક ટ્રોજન વાયરસ હતા.
હૈકર્સની આ ચાલથી બચવા ચેતવણી પણ આપવામાં આવી છે કે લોકોએ કોઈ અજાણી અને શંકાસ્પદ જણાય તેવી ફાઈલો ડાઉનલોડ કરવી કે ખોલવી નહીં. આવી કોરોના વાયરસ સંબંધિત જાણકારી મેળવવી હોય તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આધિકારીક વેબસાઈટ પર જવું અને તેમાંથી જાણકારી લેવી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/379SvNv
via Latest Gujarati News
0 Comments