Delhi Election Result: AAPના કાર્યાલય બહાર જશ્નનો માહોલ, કેજરીવાલ પણ પહોંચ્યા

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2020 મંગળવાર

અરવિંદ કેજરીવાલ માટે વિજય રથની ગાડી તૈયાર કરવામાં આવી છે. થોડીવારમાં સંપૂર્ણ પરિણામ આવ્યા બાદ કેજરીવાલ તેમાં સવારી કરશે. 

જશ્ન મનાવવા અરવિંદ કેજરીવાલ AAPના કાર્યાલયે પહોંચી ગયા છે. રૂઝાનોમાં  AAP 60 સુધી પહોંચી ગઈ છે.  AAP કર્યાલયે સમર્થકોમાં જશ્નનો માહોલ છે. પરિણામ પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસમાં જશ્નનો માહોલ છે. AAP કાર્યકર્તાઓએ સમગ્ર કાર્યાલયને ફુગ્ગાઓથી સજાવ્યુ છે. પરિણામો દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતા અહીં હાજર રહેશે. 

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ હવે દરેક પરિણામની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિને જાણવાની ઇચ્છા છે કે આ વખતે દેશની રાજધાની કોણ સંભાળશે? ત્યારે દિલ્હીમાં નવી સરકારને લઈ અમુક કલાકો ચિત્ર સ્પષ્ટ થઇ જશે.  

સવારે 8 વાગ્યાથી એક સાથે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. આ વખતે દિલ્હીની રાજકીય લડાઇમાં મુખ્ય હરિફાઇ સત્તા પક્ષ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, તમામની નજર અંતિમ પરિણામો શું આવશે તેના પર છે. 

ચૂંટણી પંચે મતગણતરીને લઈને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં 27 કેન્દ્રો છે, જ્યાં મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.

દિલ્હીમાં લાગી શકે છે કેજરીવાલની હેટ્રિક

દિલ્હીના શરૂઆતી પરિણામોમાં આમ આદમી પાર્ટીને બહુમત મળી ગઈ છે. સવારે 8.20 વાગ્યા સુધી આમ આદમી પાર્ટી 37 સીટો પર આગળ ચાલી રહી છે અને ભાજપ ખૂબ પાછળ ફક્ત 10 સીટો પર આગળ છે. 

કોંગ્રેસ અત્યાર સુધી ફક્ત 2 સીટો પર જ સફળતા મળતી જોવા મળી રહી છે. પરિણામ અનુસાર AAPની સરકાર બનતી જોવા મળી રહી છે અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનતા જોવા મળી રહ્યા છે



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGp4ft
via Latest Gujarati News

Post a Comment

0 Comments