ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો, આજે કોઇએ સંસદમાં ગેરહાજર રહેવું નહીં

નવી દિલ્હી તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર

પાટનગર નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની ઉત્તેજના વચ્ચે કેન્દ્ર સરકારના શાસક પક્ષ ભાજપે સોમવારે રાત્રે પોતાના તમામ સાંસદો માટે એક વ્હીપ જાહેર કર્યો હતો. તદનુસાર આજે તમામ સાંસદોએ સંસદમાં હાજરી આપવાની છે.

આમ તો આજે બજેટ સત્રમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ વિશેના સવાલોના જવાબ આપવાનાં છે.

પરંતુ સોશ્યલ મિડિયા પર  જાતજાતની વાતો વહેતી થઇ હતી. ટ્વીટર પર એવી વાતો વહેતી થઇ હતી કે કાં તો યુનિફોર્મ સિવિલ ક઼ૉડનો પ્રસ્તાવ સંસદમાં રજૂ થશે અથવા દિલ્હી વિશે મહત્ત્વની જાહેરાત થશે.

આ વખતે બજેટ પૂરું થયા પહેલાં સરકાર મની બિલ રજૂ કરશે. ટેક્સ અંગે વિવાદાસ્પદ પ્રસ્તાવો ધરાવતો એ ખરડો સંસદમાં પસાર કરવા માટે પણ વ્હીપ જાહેર થઇ શક્યો હોઇ શકે.

સોમવારે મોડી રાત્રે આ વ્હીપ પ્રગટ થયો ત્યારબાદ સોશ્યલ મિડિયા પર લોકો જાતજાતની કલ્પના કરતા થઇ ગયા હતા.

અત્યાર અગાઉ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરતી વખતે તેમજ નાગરિકતા અંગેના નવા કાયદાનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે ભાજપના મોવડી મંડળે વ્હીપ બહાર પાડ્યો હતો. એટલે જ આ વખતના વ્હીપ અંગે જાતજાતની વાતો વહેતી થઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fjkRK
via Latest Gujarati News

Post a Comment

0 Comments