JCCએ જામિયા મિલિયા ઈસ્લામિયા હિંસાનો વીડિયો કર્યો જાહેર... જુઓ

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર

જામિયા મિલિયા ઈસ્લામિયામાં 15 ડિસેમ્બરે થયેલી બર્બરતાથી જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ જામિયા કૉર્ડિનેશન કમિટીએ જારી કર્યો છે, જેમાં સુરક્ષાદળ લાઈબ્રેરીમાં હાજર વિદ્યાર્થીઓને ડંડાથી મારી રહ્યા છે. 

આ કમિેટીનો દાવો છે કે 15 ડિસેમ્બરે જ્યારે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ આંદોલન થયુ તો તે દરમિયાન પોલીસે જામિયાની અંદર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો.

જે વીડિયો જારી કરવામાં આવ્યો છે તેમાં વિદ્યાર્થી લાઈબ્રેરીમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ત્યાં પોલીસે આવીને મારપીટ શરૂ કરી દીધી. વિદ્યાર્થીઓના હાથોમાં પુસ્તકો પણ જોવા મળી રહ્યા છે. 

જામિયા કૉર્ડિનેશન કમેટીએ આ વીડિયો પર કહ્યુ છે કે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે પોલીસ રાજ્ય પ્રાયોજિત હિંસાને અંજામ આપી રહી છે. જામિયાના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની તૈયારી રિડીંગ હૉલમાં કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની પર તોડફોડ કરી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vFg5F2
via Latest Gujarati News

Post a Comment

0 Comments