1 માર્ચથી બદલી ગયા છે આ 5 નિયમો, જાણવા તમારા માટે છે જરૂરી


 નવી દિલ્હી, 1 માર્ચ 2020, રવિવાર

આજથી નવો મહિનો શરુ થયો છે. આજે એટલે કે 1 માર્ચથી બેંકિંગ ક્ષેત્ર સંબંધિત કેટલાક નિયમો પણ બદલાઈ ગયા છે. આ મહત્વપૂર્ણ નિયમો અને ફેરફાર વિશે તમારે જાણવું પણ જરૂરી છે. 

1. જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. આજથી બેંકની જૂની એપ્લિકેશન બંધ થઈ ગઈ છે. જો તમે જૂની એચડીએફસી બેંક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો તે હવે ચાલશે નહીં. તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી એચડીએફસી બેંકની નવી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એચડીએફસી બેંકએ જણાવ્યું છે કે આ નવી એપ્લિકેશન પહેલાની એપથી વધારે સુરક્ષિત છે અને સુવિધાઓ પણ યુઝરને વધારે મળશે.   

2. જો તમે ઈન્ડિયન બેંકના ગ્રાહક છો તો જાણી લો કે આજથી તમને એટીએમમાંથી 2 હજાર રૂપિયાની નોટ મળશે નહીં. આ અગાઉ જ બેંકએ કહ્યું હતું કે એટીએમમાંથી 1 માર્ચથી 2 હજાર રૂપિયાની નોટ રાખવાની કૈસેટ્સ દૂર કરવામાં આવશે. બેંકનું કહેવું છે કે 2 હજાર રૂપિયાને બદલે 200 રૂપિયાની નોટની સંખ્યા મશીનમાં વધારવામાં આવશે. આ માટે મશીનમાં 200 રુપિયાની નોટ રાખવાની કૈસેટ્સની સંખ્યા વધારવામાં આવશે.

3.  આજથી એસબીઆઇ ખાતેદારોની મુશ્કેલીઓ પણ વધી જશે. જો કે આ મુશ્કેલી તેની વધશે જેણે પોતાના ખાતાની કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આવા ગ્રાહક હવે બેન્કમાંથી રોકડની લેતી દેતી કરી શકશે નહીં. 

4. 1 માર્ચથી લોટરી પર 28 ટકાના દરે જીએસટી લાગશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા અને માન્યતા પ્રાપ્ત લોટરી પર 28 ટકાના દરે જીએસટી લાગશે. 

5.  આજથી તમે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી ફાસ્ટાગ ફ્રીમાં લઈ શકશો નહીં.  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 29 ફેબ્રુઆરી સુધીમાં ફાસ્ટાગ ફ્રી આપવાનું નક્કી કર્યું હતું. તેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3chSoDj
via Latest Gujarati News

Post a Comment

0 Comments