દિલ્હી હિંસા પાછળ કાવતરૂ, તપાસ થશેઃ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી

નવી દિલ્હી, તા.1. માર્ચ 2020 રવિવાર

દિલ્હીમાં થયેલા તોફાનો પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા કેન્દ્ર સરકારને છે અને આ એંગલની પણ તપાસ કરવામાં આવશે તેમ કેન્દ્ર સરકારના ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યુ છે.

રેડ્ડીએ કહ્યુ હતુ કે, તોફાનો માટે રાજકીય પાર્ટીઓ, સોશ્યલ મીડિયા અને મીડિયા પણ જવાબદાર છે.સીએએના કારણે કોઈ ભારતીય નાગરિકની નાગરિકતા જવાની નથી.

રેડ્ડીએ હૈદ્રાબાદના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, આ હિંસા પાછળ કોઈ ષડયંત્ર હોય તેવી પણ શંકા છે. આ બાબતની તપાસ થશે. ગયા સપ્તાહે દિલ્હીએ બહુ સહન કર્યુ છે. કમનસીબે સંખ્યાબંધ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આર્થિક નુકસાન થયુ છે.

રેડ્ડીએ ફરી કહ્યુ હતુ કે, સીએએના કારણે કોઈ ભારતીય નાગરિકની નાગરિકતા જવાની નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની લઘુમતીને નાગરિકતા આપવા માટે સીએએ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uHOCCp
via Latest Gujarati News

Post a Comment

0 Comments