તિરૂવનંતપુરમ, તા. 1. માર્ચ. 2020 રવિવાર
ભારતમાં કોરોના વાયરસ તો પહોંચી જ ચુકયો છે પણ તેના કારણે કેરાલામાં એક વ્યક્તિનુ મોત થયુ હોવાની પણ આશંકા છે.
કેરાલાના એર્નાકુલમમાં સરકારી મેડિકલ કોલેજમાં દાખલ એક વ્યક્તિમાં કોરોના જેવા ચિન્હો જોવા મળ્યા હતા. શુક્રવારની રાતે તેનુ મોત થયુ હતુ. જોકે નેશનલ ઈન્સિ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાં આ વ્યક્તિને કોરોના વાયરસ નહીં હોવાનુ બહાર આવ્યુ છે. આમ છતાં તેના મૃતદેહને હજી આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
પ્રોટોકોલ પ્રમાણે બીજા સેમ્પલનો ટેસ્ટ કર્યા બાદ જ તેને કોરોના હતો કે નહી તેનો નિર્ણય લેવાશે. આ સેમ્પલને હવે ટેસ્ટ કરવા માટે પૂણે મોકલવામાં આવશે.
મરનાર વ્યક્તિ મલેશિયાના સુપર માર્કેટમાં કામ કરતો હતો. ગુરૂવારે રાતે તે કોચીન પહોંચ્યો હતો. તે જ દિવસથી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32G50j6
via Latest Gujarati News
0 Comments