
ન્યૂયોર્ક, 27 માર્ચ,2020, શુક્રવાર
મહામારીથી લઇને પ્રલય સુધીની મહામારીનો સામનો કરવા માટે આર્કેટિકમાં એક સ્થળે અનાજની 10 લાખ જાતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ટાવર પરમાણુ યુધ્ધ થાય કે અનાજનું સંકટ આવે ત્યારે ફરી અનાજ ઉગાડવાના બીજ તરીકે કામ લાગશે. થોડાક સમય પહેલા જ તેના ખાસ સ્ટોર રુમમાં દસ લાખમી જાત ઉમેરવામાં આવી હતી.વોલ્ટ તરીકે ઓળખાતા આ ખાસ ગુંબજમાં અનાજોની જુદી જુદી જાતો બચાવીને રાખવામાં આવે છે. આ ટાવરના દરવાજા પણ ખૂબજ ઓછા ખોલવામાં આવે છે જેથી કરીને અનાજ તેની મૂળ સ્થિતિમાં જળવાઇ રહે છે.
આકર્ટિકમાં આવેલા સ્વાલબોર્ડ ગ્લોબલ સીડ વોલ્ટમાં ચાવલ,ધઉં અને અન્ય અનાજોની જાતો માનવજાતનું ક્રાઇસિસ ફૂડનું નવું સરનામું છે. 2008માં એક પહાડ પર જયારે આ સ્ટોરેજ ફેસિલિટી તૈયાર કરવામાં આવી ત્યારે પરમાણુ યુધ્ધ થાય કે મહામારી ફેલાય ત્યારે તેનાથી પ્રભાવિત વિસ્તારોમાં ફરી ઉગાડવા માટે ઉપયોગ કરવાનો હેતું રખાયો હતો આથી જ તો તેનું નામ ડૂમ્સ ડે વોલ્ટ એટલે કે પ્રલય ગુંબજ રાખવામાં આવ્યું હતું. આ સ્થળ નોર્વે અને ઉત્તરી ધ્રુવની વચ્ચે આવેલી છે.

આ સ્થળે ગણતરીના માણસો જ રહે છે.બીજની જાળવણી માટે વર્ષમાં એક કે બે વાર જ માણસો વોલ્ટમાં પ્રવેશ કરે છે. છેલ્લે આ વોલ્ટને 25 ફેબુઆરી 2020ના રોજ ખોલવામાં આવી હતી જેમાં ભારત, માલી અને પેરુની 30 જીન બેંકોમાંથી લાવવામાં આવેલા બીજને જમા કરવામાં આવ્યા હતા. જો કે આપાતકાળ ઉપરાંત શાંતિકાળમાં પણ ડૂમ્સ ડે વોલ્ટ ઉપયોગી બન્યું છે.જો કોઇ અનાજની જાતને વિકસિત કરવા માટે બ્રિડરને જોઇતી હોયતો બેંક પુરી પાડે છે. જર્મનીના બોર્નમાં આવેલું સંગઠન ક્રોપ ટ્રસ્ટ તેનું વ્યવસ્થાપન સંભાળે છે.
આ ટ્રસ્ટનું માનવું છે કે આ વોલ્ટ પૃથ્વી પર ખાધ સુરક્ષાના આ બેક અપ સમાન છે. 2015માં સીરિયામાં ગૃહ યુધ્ધના કારણે જયારે અલેપ્પો શહેરમાં સીડ બેંકનો નાશ થયો ત્યારે પ્રથમ વાર રિસર્ચરોએ વોલ્ટમાંથી બીજ બહાર કાઢયા હતા. બે વર્ષ પછી ફરીથી આ બીજ ઉગાડીને તેના સેમ્પલ સ્વાલબોર્ડ વોલ્ટમાં જમા કરાવ્યા હતા. આકર્ટિકના અત્યંત ઠંડા માહોલના કારણે એક સમયે વીજળીનો પૂરવઠો ખોરવાય તો પણ બીજ જલદી બગડતા નથી. જો કે જળવાયુ પરીવર્તનના કારણે બીજ નહી પરંતુ ખૂદ પ્રલય ગુંબજને પણ ખતરો વધતો જાય છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ans8pR
via Latest Gujarati News
0 Comments