મુંબઈ, તા. 16 માર્ચ 2020 સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી તરફ આ વાયરસથી પીડિત શંકાસ્પદ દર્દીઓના હોસ્પિટલમાંથી ભાગવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના વધુ બે કેસની પુષ્ટિ થઈ છે. નવી મુંબઈના પનવેલ સ્થિત સરકારી હોસ્પિટલમાંથી કોરોનાના 11 શંકાસ્પદ દર્દી ભાગી ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝીટિવ કેસની સંખ્યા 33 થઈ ગઈ છે અને વૈશ્વિક બીમારીથી આ રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે.
અગાઉ પણ મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના વાયરસના 5 શંકાસ્પદ દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. કોરોના વાયરસના લક્ષણ મળ્યા બાદ તેમને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે SIએ જણાવ્યુ કે કોરોનાના 5 શંકાસ્પદ દર્દી હતા. 1નો રિપોર્ટ નેગેટીવ હતો જ્યારે 4નો રિપોર્ટ અત્યારે આવ્યો છે. તે લોકો નાશ્તો કરવા માટે નીકળ્યા હતા. શંકાસ્પદ દર્દીનું કહેવુ હતુ કે તેમને કોરોનાના દર્દી સાથે રાખવા જોઈએ નહીં.
રવિવારે ઔરંગાબાદના એક 59 વર્ષીય મહિલામાં વાયરસના લક્ષણ હોવાની પુષ્ટિ થઈ હતી. પૂણે જિલ્લાના પિંપરી-ચિંચવાડથી પણ શનિવારે રાતે 5 નવા કેસ સામે આવ્યા હતા. રવિવારે વધુ એક વ્યક્તિમાં પોઝિટીવ આવ્યો છે. 31 વર્ષીય આ શખ્સ અત્યારે દુબઈ અને જાપાનથી પાછો ફર્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38TGFrV
via Latest Gujarati News
0 Comments