લખનૌ, તા. 16 માર્ચ 2020, સોમવાર
ગોવાના ગવર્નર અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક પોતાના વિવાદસ્પદ નિવાદનના કારણે હંમેશા ચર્ચામા રહે છે.
રવિવારના રોજ મલિક ઉત્તર પ્રદેશના ગૃહનગર બાગપતમા આવેલા પોતાના પૈતૃક ગામમા ગયા હતા, જ્યા તેમણે એક કાર્યક્રમમા હાજરી આપી હતી. તેમણે સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ગવર્નરને કોઇ કામ હોતુ નથી. કાશ્મીરમા જે ગવર્નર બને છે, તે ફક્ત દારૂ પીએ છે, અને ગોલ્ફ રમે છે. બાકિના જે ગવર્નર છે, તેઓ આરામ કરે છે, અને કોઇ વિવાદમા પડતા નથી.
તેમણે બિહારની શિક્ષણ વ્યવસ્થા વખોડતા કહ્યુ કે, મને બિહારના મોકલવામા આવ્યો હતો. ત્યાની શિક્ષા સુધારવાની મે પ્રયત્ન કર્યા હતા. ત્યા જેટલી પણ કોલેજ હતી, તેમાની મોટાભાગની કોલેજ નેતાઓની હતી, જેમા કોઇપણ પ્રોફેસર હતા નહીં. બીએડમા એડમિશન માટે 30 લાખ રૂપીયા લેતા હતા, જેમા પરીક્ષા લેતા અને ડિગ્રી આપી દેતા. મે આ સિસ્ટમને સુધારીને સેન્ટ્રલાઇઝડ પરિક્ષા કરી નાખી.
#WATCH Goa Governor Satya Pal Malik in Baghpat: Governor ka koi kaam nahi hota. Kashmir me jo Governor hota hai aksar wo daru peeta hai aur golf khelta hai. Baki jagah jo Governor hote hain wo aaram se rehte hain, kisi jhagde me padte nahi hain. pic.twitter.com/KTPNx49Eh3
— ANI UP (@ANINewsUP) March 15, 2020
તેમના આ વિવાદસ્પદ નિવેદનના કારણે વિવાદ ઉભો થયો છે, તેમજ સોશ્યલ મીડિયામા પણ તેના યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સે તો તેની હાંસી ઉડાવી છે. એક યુઝર્સએ લખ્યુ કે, શું આ માનનીય રાજ્યપાલની ભાષા છે?
તો બીજા યુઝર્સએ લખ્યુ કે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનુ પદ ટેક્સ આપનારના પૈસાને ઉડાવે છે.
એક યુઝર્સએ ટોણો મારતા કહ્યુ કે, ગવર્નરનુ કામ તો ખોટી રીતે વિધાયકોને તોડવાનુ અને ભાજપની સરકાર બનાવવાનુ છે, તેમજ ચારી છુપી રીતે વહેલી સવારે શપથ લેવડાવવાનુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w9V9GG
via Latest Gujarati News
0 Comments