રાયપુર, તા.22 માર્ચ 2020, રવિવાર
કોરોના વાયરસે મચાવેલા કહેર વચ્ચે છત્તીસગઢના સુકમામાં નક્સવાદીઓએ મોટો હુમલો કર્યો છે.
2020માં અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં શનિવારે બપોરે કુસમા વિસ્તારમાં નકસલીઓએ સુરક્ષાદળોની એક ટુકડી પર હુમલો કર્યો હતો. આ જવાનો સર્ચ ઓપરેશન પતાવીને પાછા ફરી રહ્યા હતા.
આ હુમલા બાદ 17 જવાનોના લાપતા થવાની ખબર છે જ્યારે 14 ઘાયલ છે. ઘાયલ જવાનોને હવાઈ માર્ગે રાયપુર ખાતે સારવાર માટે લઈ જવાયા છે.
લગભગ 300 જવાનો સર્ચ ઓપરેશન માટે નિકળ્યા હતા અને પાછઆ ફરી રહ્યા હતા ત્યારે સેંકડો નક્સલીઓએ તેમને ઘેરીને હુમલો કર્યો હતો. ત્રણ કલાક સુધી સામે સામે ફાયરિંગ ચાલ્યુ હતુ.એ પછી નક્સલીઓ ભાગી ગયા હતા. મોડી રાત સુધી જવાનોને અલગ અલગ ટીમો બનાવી કેમ્પમાં પાછા લાવવામાં આવ્યા હતા. જોકે આ પૈકી 17 જવાનોનો પતો રવિવારે સવાર સુધી મળ્યો નહતો.
ગીચ જંગલો અને ખરાબ હવામાનના કારણે તેમની શોધખોળમાં વિઘ્ન આવી રહ્યુ છે. જવાનોને શોધવા ડ્રોનની પણ મદદ લેવાઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ae8Ra8
via Latest Gujarati News
0 Comments