31 માર્ચ સુધી દેશમાં નહીં દોડે એક પણ ટ્રેન, રેલવેની જાહેરાત

નવી દિલ્હી, તા.22 માર્ચ 2020, રવિવાર

કોરોના વાયરસના વધતા જતા જોખમ વચ્ચે હવે ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી છે.

રેલવેએ કહ્યુ છે કે, તમામ લાંબા અંતરની ટ્રેનો, એક્સપ્રેસ ટ્રેનો અને ઈન્ટરસિટી ટ્રેનોનુ સંચાલન 31 માર્ચના મધરાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે.

રેલવે દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે કોલકોતા મેટ્રો, કોંકણ રેલવે અને સબઅર્બન ટ્રેનો પણબંધ રહેશે. જોકે કોલકાતામાં આજે રાતે 12 વાગ્યા સુધી મેટ્રો સેવા અને બીજા શહેરોમાં રાતે 12 વાગ્યા સુધી સબઅર્બન ટ્રેન સેવા ચાલુ રહેશે.

આજે જનતા કરફ્યુના કારણે રેલવે દ્વારા પહેલા જ ટ્રેનો નહી ચલાવવાનુ એલાન કરાયુ હતુ.હાલમાં જે ટ્રેનોની યાત્રા ચાલી રહી છે તેમને નિયત સ્થાન પર પહોંચ્યા બાદ ટર્મિનેટ કરી દેવાશે.

કોરોના સંખ્યાબંધ દર્દીઓએ ટ્રેનની મુસાફરી કરી હોવાનુ બહાર આવ્યા બાદ હવે ટ્રેન મુસાફરી જોખમી થઈ ગઈ છે. લોકોને શક્ય હોય ત્યાં સુધી ટ્રેનની મુસાફરી નહી કરવા માટે અપીલ કરાઈ છે.

જોકે હવે તેની અસર પણ જોવા મળી રહી છે.લોકો મોટી સંખ્યામાં ટ્રેનની ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J34gfd
via Latest Gujarati News

Post a Comment

0 Comments