કોવિદ-19ના દરદીઓ વધી રહ્યા છે ત્યારે કેટલીક હોસ્પિટલોમાં રક્ષણાત્મક સૂટ-માસની તંગી


મુંબઇ, તા.28 માર્ચ 2020, શનિવાર

કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા એકાએક વધે તો તેને પહોંચી વળવાની તૈયારી કેટલી તે જાણવા ગયા સપ્તાહે દેશભરની હોસ્પિટલમાં એક મોકડ્રિલ હાથ ધરાઇ હતી. એ વખતે મુંબઇની સરકારી જી.ટી. હોસ્પિટલમાં આવા વાઇરસની સારવાર માટે જરૂરી એક પણ હેઝમેટ સૂટ (રક્ષણાત્મક પોશાક)ન હતો.

પર્સનલ પ્રોટેક્ટિવ ઇખવિપમેન્ટ (પીપીઇ) નામે જાણીતો આ સૂટ તેનો ઉપયોગ કેવી રીતે કરાય તથા તેને સલામત રીતે કેમ કાઢી શકાય તેના નિદર્શન માટે જરૂરી હતો. જોકે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે તે આ હોસ્પિટલને એક આઇસોલેશન (સંસર્ગનિષેધ) કેન્દ્ર તરીકે તૈયાર કરી રહી છે અને તે રીતનું તેનું કામકાજ શરૂ થશે ત્યારે પીપીઇની કોઇ અછત રહેશે નહીં.

જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ મુંબઇમાં છે અને તેની સંખ્યા ઝડપથી વધવાની શક્યતા છે. ત્યારે એવી સ્થિતિને પહોંચી વળવાની તૈયારી માટે મુંબઇ પાસે ઝાઝો સમય નથી આ મહાનગરમાં કોરોનાનો સૌ પ્રથમ કેસ ૧૧ મી માર્ચે ધ્યાનમાં આવ્યો હતો અને ત્યાર બાદ ૧૫ જ દિવસમાં આવા કેસ ૫૦ના આંકને વટાવી ગયા છે.

મોક ડ્રિલ વખતે જી.ટી. હોસ્પિટલમાં હાજર એક વરિષ્ઠ ડૉકટરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં હજુ સુધી પીપીઇ નથી. પ્રોટોકોલ્સ (કોરોનાની સારવાર સંબંધી નિયમો) હજુ ઘડવામાં આવી રહ્યાં છે. તાકીદની પરિસ્થિતિ માટે જરૂરી સૂઝ દેખાતી નથી.

એક અધિકારીએ કહ્યું હતું કે એચઆઇવીના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા રક્ષણાત્મક ગાઉન ડ્રિલ વખતે ઉપયોગમાં લેવા અમને કહેવાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aq0jNv
via Latest Gujarati News

Post a Comment

0 Comments