કોરોનાનો કહેરઃ અમેરિકામાં 20 વર્ષ બાદ ચેપી રોગ ઇમર્જન્સી જાહેર, ટ્રમ્પે કરી જાહેરાત

વોશિંગ્ટન, તા. 14 માર્ચ 2020, શનિવાર

કોરોના વાઇરસના વધતા પ્રભાવને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ટ્રમ્પે આ વાઇરસ સામે લડવા સંઘીય મદદ(ફેડરલ સહાય) મદદ તરીકે 50 અરબ ડોલરની જાહેરાત કરી છે. આ પહેલા બિલ ક્લિન્ટને વર્ષ 2000માં વેસ્ટ નીલે વાઇરસનો સામનો કરવા માટે આવી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કહ્યું કે આગામી અઠવાડિયાઓમાં આપણા જીવનમાં પરિવર્તન અને ઘણો ત્યાગ કરવો પડશે. આપણા આ ત્યાગથી લાંબા ગાળે ઘણો લાભ થશે. આગામી આઠ આઠવાડિયા આપણા માટે ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે.

આ સાથે જ તેમણે કોરોના સામે લડવા માટે દરેક રાજ્યમાં ઇમર્જન્સી કેન્દ્રો સ્થાપના કરશે. ટ્રમ્પ પર છેલ્લા ઘણા સમયથી 1988ના કાયદા અંતર્ગત ચેપી રોગ કોરોના વાઇરસને રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર કરવા દબાણ થઇ રહ્યું હતું.

આ કાયદો સંઘીય ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા)ને રાજ્ય સરકારોને ડિઝાસ્ટર ફંડ પુરુ પાડવું અને મદદ માટે ટીમને તૈનાત કરવાની પરવાનગી આપે છે. અમેરિકામાં આ પગલાનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U4djl3
via Latest Gujarati News

Post a Comment

0 Comments