સુપ્રિમ કોર્ટમાં સરકારે કહ્યું 22 લાખ 88 હજાર લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી,31 માર્ચ 2020 મંગળવાર

કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન ગરીબો અને મજુરોનાં પલાયન અને ખાવા-પીવાની વ્યવસ્થા પર કોર્ટમાં આજે સુનાવણી થઇ રહી છે.

માઇગ્રેટ વર્કર્સનાં રહેવા અને ખાવા-પીવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં હુકમો આપવાની માંગ કરતી વકીલ એ એ શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુપ્રિમ કોર્ટમાં સોલિસીટર જનરલે કહ્યું કે આંતરરાજ્ય આવાગમન સંપુર્ણપણે બંધ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ગરીબ લોકોને મેડિકલ સુવિધા, ખાવા-પીવાની વ્યવસ્થા,રાહત શિવિરને લઇને સરકારોને દિશા-નિર્દેશ આપવાની માગ કરવામાં આવી રહી છે.

અરજીમાં કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાનમાં ગરીબ જ નહીં પરંતું દેશનો મધ્યમ વર્ગ કે જે કરદાતા છે તે પણ પ્રભાવિત થઇ રહ્યો છે.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે 22 લાખ 88 હજારથી વધું લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, આ જરૂરીયાતવાળા અને રોજમદારો છે.

તેમને વિવિધ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકડાઉનનાં કારણે સર્જાયેલા પેનિકનો નિવેડો લાવવા પર વિચાર થઇ રહ્યો છે. 

કોરોના લોકડાઉન બાદ શહેરોમાં કામ કરનારા ગરીબ અને પગપાળા જ પોતાના ગામ અને શહેર તરફ જઇ રહ્યા છે. દિલ્હી-એનસીઆરમાં તેમની સંખ્યા હજારોમાં છે, પોતાના ઘર તરફ પરત ફરી રહેલા લોકોનું કહેવું છે કે તેમની સૌથી મોટી સમસ્યા ખાવા-પીવાની અને રહેવાની છે, કેમ કે લોકડાઉનનાં કારણે કંપનીઓમાં કામ ઠપ થઇ ગયું છે.

હવે તેમની પાસે ખાવા માટે પૈસા અને રહેવા માટે ઘર નથી એવામાં તેમની પાસે ઘર જવા સિવાય બીજો કોઇ રસ્તો નથી, જો કે રાજ્ય સરકારો તેમની મદદ માટે આગળ આવી છે, ઘણા સ્થળો પર રાહત શિવિર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCZaTa
via Latest Gujarati News

Post a Comment

0 Comments