અમદાવાદ, તા.31માર્ચ 2020, મંગળવાર
કોરોના વાઇરસને લઇને જાહેર કરાયેલા લોકોડાઉનનો આજે સાતમો દિવસ છે.
Day 6 of lockdown: વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત, USમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા
કોરોના વાઇરસને લઇને જાહેર કરાયેલા લોકોડાઉનનો આજે છઠ્ઠો દિવસ છે. વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા 33,000ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં 183 દેશોમાં 6,91,494 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. Read More...
Day 5 of lockdown: વિશ્વમાં 30,360 મોત, ઇટાલીમાં મોતનો આંકડો 10 હજારને પાર
કોરોના વાઇરસને લઇને જાહેર કરાયેલા લોકોડાઉનનો આજે પાંચમો દિવસ છે. વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા 33,000ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં 183 દેશોમાં 6,91,494 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. ઇટાલીની વાત કરવામાં આવે તો શનિવારે રાતે કુલ મોતનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોએ શ્વાસ છોડ્યાં છે. સરકારે મહામારી સામે લડવા સેના તૈનાત કરી છે. Read More
Day 4 of lockdown: અમદાવાદમાં કોરોનાના કારણે બીજુ મોત, કેરળમાં પ્રથમ મોત
કોરોના વાઇરસને પગલે લાગેલા લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. કોરોના વાઇરસના કારણે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર અમદાવાદથી આવ્યાં છે. અહીં 46 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. Read More
Day 3 of lockdown: બ્રિટનના PM બોરિસનો રિપોર્ટ પોઝિટિવ, કોઈ પણ રાષ્ટ્રના વડાને કોરોના થયાનો પ્રથમ કેસ
બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં જતા રહ્યા છે. કોઈ પણ દેશના વડાને કોરોના થયાનો આ પ્રથમ કિસ્સો છે. વડા પ્રધાન ઉપરાંત બ્રિટિશ આરોગ્યમંત્રી મેટ્ટ હેનકોક પણ કોરોનાથી પોતાનું આરોગ્ય જાળવી શક્યા નથી. તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વડા પ્રધાન બોરિસે વીડિયો મેસેજમાં કહ્યું હતુ કે આ સમયે પણ તેઓ દેશનું નેતૃત્વ કરતાં રહેશે, કેમ કે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧૪ હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુ આંક આઠસો નજીક પહોંચ્યો છે. Read More
Day 2 of lockdown: 21,284 લોકોને ભરખી ગયો કોરોના: 195 દેશોમાં ફેલાયો
સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 21,000 ને પાર થયો છે. જ્યારે 4,68,523 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજાર પાંચસો ને પાર થયો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે. દુનિયાનાં 50થી વધુ દેશોનાં 170 કરોડ લોકો કોરોનાવાયરસનાં કારણે ઘરમાં કેદ થવા મજબૂર થયા છે. Read More
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akXlKf
via Latest Gujarati News
0 Comments