નવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર
કોરોનાના કહેરના કારણે ઠપ થઈ ગયેલા અર્થતંત્રોના કારણે ઘટી રહેલી માંગ તેમજ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા પ્રાઈસ વોરના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે.
ભારત માટે મહત્વ ધરાવતા બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ 17 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.હાલમાં તેનો ભાવ 23 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
દુનિયામાં કુલ 199 દેશો કોરોનાના સપાટામાં આવી ચુક્યા છે.જેના કારણે આખી દુનિયાની આર્થિક ગતિવિધિ સૌથી ઠપ થઈ ગઈ છે.દુનિયાભરમાં ક્રુડ ઓઈલની માંગમાં પણ ઘટાડો થવાથી ઓઈલના માર્કેટમાં તેની અસર પડી રહી છે.
ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સીધો મતલબ થાય છે કે, સરકાર ધારે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડીને લોકોને રાહત આપી શકે છે.જોકે હાલમાં તો ભારતમાં પણ પેટ્રોલ ડિઝલનો ઉપયોગ ઘટી જવાથી સરકાર પર ભાવ ઘટાડવા માટે એટલી હદે દબાણ ઉભુ થઈ રહ્યુ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UOQORl
via Latest Gujarati News
0 Comments