છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, પરંતુ ગુજરાતમાં આજથી 3જો તબક્કો શરૂ

અમદાવાદ, તા. 27 માર્ચ 2020 શુક્રવાર

કોરોનાને લઇને ગુજરાત માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના આરોગ્ય સચિવે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. જોકે, રાજ્ય હજુ પણ ચિંતાજનક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.

તેમણે જણાવ્યું કે 16 દર્દીઓ વિદેશથી ચેપ લઈને આવ્યા હતા તેમના સંપર્કમાં આવવાથી બીજા 28 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસ 44 છે. જ્યારે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એક મોત થયું છે.

રાજ્યમાં કુલ 824 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજની તારીખ સુધીમાં 20,103 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

11 નમૂનામાંથી તમામ નેગેટિવ

છેલ્લા 12 કલાક દરમિયાન 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે.

કોરોનાના કારણે મોત થયેલા તમામ લોકો અન્ય રોગોથી પીડાતા હતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

- લોકડાઉનના કારણે સફળતા મળી

- જીવન જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં

- લોકો હજુ પણ ઘરમાં રહે

- ગઇ કાલે કરવામાં ટેસ્ટ કરવામાં આવેલા તમામ 11 લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યાં

- ગુજરાતમાં કુલ 44 કેસ પોઝિટીવ મળ્યાં છે.

- અમદાવાદ, સુરત અને ભાવનગરમાં એક-એકનું મોત નીપજ્યું છે.

- કોરોનાના 44 દર્દીમાં અમદાવાદના 15, સુરતના 7, ગાંધીનગરના 7, વડોદરાના 8 અને રાજકોટના 5, કચ્છ 1 અને ભાવનગર 1નો સમાવેશ થાય છે.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dvK4Ax
via Latest Gujarati News

Post a Comment

0 Comments