અમેરિકામાં દુનિયાના સૌથી વધારે કોરોના દર્દી, 24 કલાકમાં 345 મોત, 18000 નવા કેસ

વૉશિંગ્ટન, તા. 28 માર્ચ 2020 શનિવાર

કોરોના વાઈરસે ઈટલી અને સ્પેનમાં કહેર મચાવ્યા બાદ હવે અમેરિકામાં વિનાશક બની ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને 345 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અહીં 18000 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં દર મિનિટે લગભગ 13 કોરોનાના નવા દર્દી સામે આવી રહ્યા છે. 

અમેરિકામાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 100000ને પાર કરી ગઈ છે. અમેરિકાએ કોરોના કેસમાં ચીન, ઈટલી અને સ્પેનને પાછળ છોડી દીધા છે.

જ્હૉન હૉપકિંસ યુનિવર્સિટીનો જ ટ્રેકર જણાવે છે કે અમેરિકામાં હવે દુનિયાના સૌથી વધારે દર્દી છે. આ ટ્રેકર અનુસાર અમેરિકામાં તાજેતરના આંકડા અનુસાર 1,04,007 કોરોનાના દર્દી છે જ્યારે અહીં અત્યાર સુધી 1693 લોકોના મોત થઈ ચૂક્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnKQb8
via Latest Gujarati News

Post a Comment

0 Comments