ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 53 થયા, આજે નવા 6 નોંધાયા

અમદાવાદ, તા. 28 માર્ચ 2020 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે અને મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જેમાં 1 અમરેલીમાં પણ નોંધાયો છે. જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 873ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. 

લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QSZZiD
via Latest Gujarati News

Post a Comment

0 Comments