અયોધ્યાઃ 27 વર્ષ બાદ ટેન્ટમાંથી નિકળીને મંદિરમાં બિરાજ્યા રામલલા

લખનૌ, તા.25 માર્ચ 2020, બુધવાર

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસ, હિન્દુ નવુ વર્ષ  અને ગૂડી પડવાના શુભ પ્રસંગે આજે અયોધ્યામાં 27 વર્ષ બાદ રામલલા ટેન્ટમાંથી નિકળીને મંદિરમાં બિરાજમાન થયા હતા.

6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ કાર સેવકોએ તોડી પાડ્યા બાદ રામલલા ટેન્ટમાં જ બીરાજમાન હતા પણ હવે જ્યારે સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થળે રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે ત્યારે મંદિરનુ કામ શરુ કરવા માટે રામલલાને આજે અસ્થાયી મંદિરમાં ખસેડવામાં આવ્યા છે.

આ મંદિર બૂલેટપ્રૂફ છે અને તેમાં એસીની પણ સુવિધા છે.મંદિરમાં સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાવિકો દર્શન કરતા પહેલા ત્રણ સ્ટેજમાંથી પસાર થવુ પડશે.

મંદિરની દિવાલો ફાઈબરની બનાવવામાં આવી છે.

આજે યુપીના સીએમ યોગી આદિત્યનાથે ભગવાન રામલલાને મંદિરમાં શિફ્ટ કર્યા હતા.સાથે સાથે યોગીએ મંદિર નિર્માણ માટે 11 લાખનો ચેક પણ આપ્યો હતો.

રામલલા બિરાજમાન થયા બાદ આરતી પણ કરવામાં આવી હતી. રામલલા માટે મંદિરમાં સાડા નવ કિલોનુ ચાંદીનુ સિંહાસન બનાવાયુ છે.જે અયોધ્યાના રાજપરિવારે ભેટ કર્યુ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jf87pq
via Latest Gujarati News

Post a Comment

0 Comments