કોરોનાના કારણે લોકડાઉન, 10.5 કરોડ ટન ઘઉંની ખેતીને ખતરો

ચંદીગઢ, તા.25 માર્ચ 2020, બુધવાર

પીએમ મોદીએ કોરોનાને કાબૂમાં લેવા માટે જાહેર કરેલા 21 દિવસના દેશવ્યાપી એલાન બાદ સૌથી વધારે ચિંતામાં ઘઉંની ખેતી કરનારા ખેડૂતો પડી ગયા છે.

14 એપ્રિલ સુધીના લોકડાઉન વચ્ચે હવે ખેડૂતોને કાપણી કરવા જતા રોકવામાં આવી રહ્યા છે. જો 14 એપ્રિલ સુધી કાપણી નહી કરવા દેવાય તો ઘઉંને નુકસાન પણ થઈ શકે છે. આ પ્રકારના નુકસાનની ભરપાઈ ખેતીને લગતી ઈન્સ્યોરન્સ સ્કીમમાં હોવાની કોઈ પણ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

પંજાબ અને હરિયાણા સહિતની સરકારોએ હાલમાં તો ઘઉંની ખરીદી પણ ટાળી દીધી છે. સામાન્ય રીતે આ ખરીદી 1 એપ્રિલથી શરુ થઈ જાય છે. દર વર્ષે સરકાર 3 થી 3.5 કરોડ ટન ઘઉં ખરીદે છે.

પંજાબમાં આ પહેલા બટાકાની ખેતી પણ પ્રભાવિત થઈ ચુકી છે. બટાકા ખોદવા માટે ખેડૂતોને મજૂરો મળી રહ્યા નથી. કારણકે પંજાબમાં કામ કરતા મજૂરો કોરોનાના કારણે વતન પાછા ફરી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vQUgmg
via Latest Gujarati News

Post a Comment

0 Comments