લોકોએ જ નહી વૈશ્વિક સ્તરે વિવિધ દેશોએ પણ શરુ કરી સંઘરાખોરી

નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર

દેશવ્યાપી લોકડાઉનના કારણે લોકોમાં ગભરાટ છે અને દુકાનો પર લોકો ખરીદી કરવા માટે ગઈકાલે રાતે પણ લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.

સંઘરાખોરી માત્ર લોકો સુધી મર્યાદિત નથી. વૈશ્વિક સ્તરે હવે તમામ દેશો વચ્ચે જરુરિયાતની વસ્તુઓની સંઘરાખોરી માટે સ્પર્ધા જામી છે.

લોકડાઉન ક્યારે ખતમ થશે તે કોઈ કહી શકે તેમ નથી.આ સંજોગોમાં પોતાના દેશોના નાગરિકોને સપ્લાય મળી રહે તે માટે સરકારોએ એક્સપોર્ટ પર રોક લગાવવા માંડી છે. જેમ કે ઘઉં, ગાજર, ખાંડ, બટાકા જેવી વસ્તુઓના એક્સપોર્ટ પર કઝાખિસ્તાને રોક લગાવી છે.

સર્બિયા દેશે સુરજમુખીના તેલ અને બીજી એક્સપોર્ટને બંધ કરી દીધી છે. રશિયા દર સપ્તાહે સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. આ જોઈને બીજા દેશો પણ આ પ્રકારની વસ્તુઓ પર રોક લગાવે તો નવાઈ નહી હોય.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wDm7GN
via Latest Gujarati News

Post a Comment

0 Comments