Coronavirus News Live Updates: દેશમાં કોરોના 582 પોઝિટીવ કેસ, 11ના મોત

અમદાવાદ, તા. 25 માર્ચ 2020, બુધવાર


Positive case Death
India 582 11
Gujarat 38 1



દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 582, 11ના મોત
દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે બપોરે બાર વાગ્યા સુધીમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આખા દેશમાં વધીને 582 થઈ છે.

અત્યાર સુધીમાં આ વાયરસે દેશમાં 11 લોકોના ભોગ લીધા છે.46 લોકો સાજા પણ થયા છે. સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરલમાં છે. મહારાષ્ટ્રમાં 112 અને કેરલમાં 105 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

આજથી દેશમાં લાગુ થયેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે આખા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ થકી તમામ અવર જવર પર રોક લગાવાઈ છે. મહારાષ્ટ્રમાં સાંગલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોને કોરોના થયો છે. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ છે. ગુજરાતમાં નવા ત્રણ કેસ ગઈકાલે સામે આવ્યા હતા. કોરોનાના કારણે તામિલનાડુમાં આજે સવારે પહેલુ મોત થયુ છે.


ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ વધીને 38 થયા
ગુજરાતમાં કોરોનાના નવા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે.  વડાપ્રધાન મોદીએ ગત રોજ સમગ્ર દેશ માટે કોરોના વાયરસને ધ્યાને રાખી 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે દેશમાં પણ કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ નવા કેસમાં જોઈએ અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 3, વડોદરામાં 7 અને ગાંધીનગરમાં 6 તથા કચ્છમાં 1 કેસ સામે આવ્યો છે. આમ કુલ મળી ગુજરાતમાં 38 કેસ નોંધાયા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3akXlKf
via Latest Gujarati News

Post a Comment

0 Comments