નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
ભારતમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ જહેમત ઉઠાવી રહી છે. પોલીસ જવાનો ખડે પગે રસ્તા પર ઉભા રહ્યા છે ત્યારે એક ટોચના પોલીસ અધિકારીએ તેમનો પુત્ર વિદેશથી પાછા ફર્યા બાદ તંત્રને આ અંગે જાણ કરી નહોતી. હવે પિતા પુત્ર બંને કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન કર્યુ હતુ.
મળતી વિગતો પ્રમાણે તેલંગાણામાં ડીએસપી તરીકે ફરજ બજાવતા એસ એમ અલીનો પુત્ર 18 માર્ચે લંડનથી પાછો ફર્યો હતો. નિયમ પ્રમાણે તેમણે આ બાબતે તંત્રને સૂચના આપવાની હતી પણ તેમણે કોઈ જાણ કરી નહોતી.
ડીએસપીનો પુત્ર એ પછી એક પારિવારિક સમારોહમાં પણ સામેલ થયો હતો. હવે પિતા અને પુત્ર બંનેના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ પોલીસ અધિકારી સામે માહિતી છુપાવવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
તેમના ઘરની આસપાસનો વિસ્તાર પણ કોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. તેમના પત્ની તથા સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓને પણ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dnk62d
via Latest Gujarati News
0 Comments