દેશમાં કોરોનાના 285 કેસ નોંધાયા, જનતા કર્ફ્યુ પહેલા જ કર્ફ્યુ જેવી સ્થિતિ

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2020 શનિવાર

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. તમામ સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેઈન કરવાનું કહી રહી છે. 

શનિવારે સવારે કોરોના વાયરસના 285 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિતોના સંપર્કમાં આવનારા 6,700થી વધારે લોકોને નજરકેદ રખાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી. 

મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં COVID-19થી સંક્રમિતોમાં 32 વિદેશી છે, જેમાં 17 ઈટાલી, 3 ફિલિપાઈન્સ, 2 બ્રિટન અને 1-1 કેનેડા, ઈન્ડોનેશિયા, સિંગાપોરના નિવાસી છે. જેમાં અત્યાર સુધી દિલ્હી, કર્ણાટક, પંજાબ અને મહારાષ્ટ્રમાં થયેલા 4 મોત પણ સામેલ છે. 


કનૉટ પ્લેસના હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવવા પર રોક

કોરોના વાયરસના પગલે દિલ્હીના કનૉટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિરમાં ખાસ સુવિધા કરવામાં આવી છે. એન્ટ્રી પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રસાદ ચઢાવવા પર પણ રોક લગાવાઈ છે. 


લદ્દાખમાં 13 લોકો કોરોનાથી સંક્રમિત

લદ્દાખમાં પણ કોરોનાનો કહેર છે. અત્યાર સુધી 13 લોકો સંક્રમિત મેળવવામાં આવ્યા છે. જેમાંથી 11 લેહ જિલ્લા અને 2 કારગિલમાં નોંધાયા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qz8sHE
via Latest Gujarati News

Post a Comment

0 Comments