29 માર્ચથી શરુ નહી થાય IPL, 15 એપ્રિલ સુધી પાછી ઠેલાઈ ટુર્નામેન્ટ


નવી દિલ્હી, તા. 13 માર્ચ 2020, શુક્રવાર

ભારતમાં પણ પ્રસરેલા કોરોના વાયરસના કારણે આઈપીએલનુ હાલનુ શીડ્યુલ બે સપ્તાહ આગળ ખસેડવામાં આવ્યુ છે.

પહેલા આ ટુર્નામેન્ટ 29 માર્ચથી શરુ થવાની હતી અને હવે તે 15 એપ્રિલ સસ્પેન્ડ કરી દેવાઈ છે.મતલબ કે IPLની શરુઆત 15 એપ્રિલ અથવા તે પછી થશે.

ક્રિકેટ બોર્ડ તો IPL ખાલી સ્ટેડિયમોમાં રમાડવા તૈયાર હતુ પણ ફ્રેન્ચાઈઝીઓએ આ પ્રકારના આયોજન માટે ઈનકાર કરી દીધો હતો.હવે ટુર્નામેન્ટને બે સપ્તાહ માટે ટાળી દેવાઈ છે.

શનિવારે IPLની ગર્વનિંગ કાઉન્સિલની બેઠક બાદ ક્રિકેટ બોર્ડ તેની સત્તાવાર રીતે જાહેરાત કરશે.જો 15 એપ્રિલ કે તે પછી IPL રમાડાય તો એક દિવસમાં બે મેચો હોય તેવા દિવસોની સંખ્યા વધી જશે.એક દિવસમાં ત્રણ મેચનુ આયોજન પણ થઈ શકે છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aT6Jos
via Latest Gujarati News

Post a Comment

0 Comments