સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ સર્જીને પહેલી વખત જીતી રણજી ટ્રોફી

રાજકોટ, તા. 13 માર્ચ 2020, શુક્રવાર

રાજકોટમાં સૌરાષ્ટ્રની ટીમે ઈતિહાસ રચીને પહેલી વખત રણજી ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વ હેઠળ પહેલી વખત જીત મેળવી છે. 

પહેલી ઈનિંગની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમે ફાઈનલમાં જીત મેળવી હતી. સૌરાષ્ટ્રે પહેલી ઈનિંગમાં 425 રન બનાવ્યા હતા.તેની સામે બંગળાની ટીમ 381 રન પર સમેટાઈ ગઈ હતી.સેમિફાઈનલમાં ગુજરાત સામે સાત વિકેટ લેનાર ઉનડકટે ફરી પોતાની ટીમ માટે ઉત્કૃષ્ટ બોલિંગ કરીને ત્રણ બોલમાં બે વિકેટ લેવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


આજે મેચના અંતિમ દિવસે પહેલા સેશનમાં 27 રનમાં બંગાળે પોતાની બાકીની ચાર વિકેટ ગમાવી હતી.પંગાળની ટીમ 381 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.આમ સૌરાષ્ટ્રે પહેલી ઈનિંગમાં 44 રનની લીડ મેળવી હતી.

બીજી ઈનિંગમાં સૌરાષ્ટ્રે ચાર વિકેટ ગુમાવીને 105 રન બનાવી લીધા હતા અને પહેલી ઈનિંગની લીડના આધારે સૌરાષ્ટ્રે જીત મેળવી હતી.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U20tnn
via Latest Gujarati News

Post a Comment

0 Comments