નવી દિલ્હી, તા. 13 માર્ચ 2020, શુક્રવાર
ઘાતક કોરોના વાયરસ સામાન્ય લોકોને જ નહી પણ મોટા નેતાઓને પણ શિકાર બનાવી રહ્યો છે.

જેમ કે કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોના પત્નીને કોરોના થયો હોવાનુ બહાર આવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રી પીટર ડટનનો પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત નથી થઈ પણ ઓસ્ટ્રેલિયાના મીડિયા પ્રમાણે તેમને આ વાયરસનો ચેપ લાગી ચુક્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ગ્રાન્ડ પ્રી ફોર્મ્યુલા વન રેસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોના પુત્ર એડુઆર્ડો બોલસોનારોએ પણ ટ્વિટર પર કહ્યુ છે કે, મારા પિતાની કોરોના વાયરસની તપાસ કરાઈ છે અને તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સાવચેતીના ભાગરુપે ગુરુવારે પોતાની તમામ રેલીઓનુ આયોજન સ્થગિત કરી દીધુ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TNxIMi
via Latest Gujarati News
0 Comments