
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ, હાથના મોજાંને જીવન જરૂરી મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી છે. આ પગલાં પછી કોરોના વાયરસના ભય વચ્ચે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ વગેરેના ભાવ અંકુશમાં રહેશે.
કોરોના વાયરસનો ભય વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાથી બચાવતી પ્રોડક્ટ - સર્જિકલ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ, હાથનાં મોજા વગેરેને આગામી 100 દિવસ માટે જીવન જરૂરી પ્રોડક્ટ જાહેર કરી છે.
જીવન જરૂરી પ્રોડક્ટ હોવાના કારણે આ પ્રોડક્ટ્સના ભાવ આડેધડ વધારી શકાશે નહીં. ભાવવધારો અંકુશમાં આવશે એટલે લોકો સાવચેતીના ભાગરૂપે આ પ્રોડક્ટ ખરીદતા થશે.
કોરોનાનો ભય હોવાથી અચાનક માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર્સના ઓનલાઈન ભાવ પણ વધી ગયા હતા. એ પછી અચાનક અછત હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા. આખરે કેન્દ્ર સરકારે આગામી 100 દિવસ માટે આ પ્રોડક્ટને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં સામેલ કરીને મહત્વનું પગલું ભર્યું હતું.
એસેન્શિયલ કોમોડિટી એક્ટ-1955 અંતર્ગત આ નિર્ણય જાહેર કરાયાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું. આ નોટિફિકેશન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પડતું હોવાથી કોરોનાથી બચાવતી આ પ્રોડક્ટ્સના ભાવ દેશભરમાં અંકુશમાં રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IKqq5B
via Latest Gujarati News
0 Comments