ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 28નાં મોત નીપજ્યાં


લખનઉ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 ક્લાકમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મહિલા અને બાળક સહિત કુલ 28 લોકોનાં મોત નીપજ્યાં છે તેમ શુક્રવારે અધિકારીઓએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં ગુરૂવારથી મુશળધાર વરસાદ ખાબક્યો છે.

માહિતી વિભાગના ડિરેક્ટર શિશિરે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને કરાવૃષ્ટિના પગલે 28 લોકોના મોત નીપજ્યાં હતાં, જેમાં સિતાપુર અને લખિમપુર ખેરીમાં છ-છ, જૌનપુર અને બારાબંકીમાં ત્રણ-ત્રણ, સોનભદ્રમાં બે, વારાણસી, ગોરખપુર, સિદ્ધાર્થનગર, અયોધ્યા, ચંદૌલી, કાનપુર દેહાત, મિર્ઝાપુર અને બલરામપુરમાં એક-એક વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કરાંના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય આકલન કરવા નિર્દેશ આપ્યા છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક વળતર પૂરૂં પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરસાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પ્રત્યેક પરિવારને રૂ. 4 લાખનું વળતર પૂરૂં પાડવું જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wULkwe
via Latest Gujarati News

Post a Comment

0 Comments