યસ બેંક માટે આરબીઆઇની રીસ્ટ્રકચર યોજનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

યસ બેંક પર મૂકવામાં આવેલા રોકડ ઉપાડ સહિતના નિયંત્રણો નોટિફિકેશન બહાર પડયાના ત્રણ દિવસમાં ઉઠાવી લેવામાં આવશે અને આ નોટિફિકેશન ખૂબ જ ટૂંક સમયમા જાહેર કરવામાં આવશે તેમ નાણા પ્રધાન નિર્મલા  સિતારમને આજે જણાવ્યું હતું.

આ દરમિયાન આઇસીઆઇસીઆઇ બેંક યસ બેંકના શેરોમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એચડીએફસી પણ 1000 રૂપિયાનું રોકાણ કરશે. એક્સિસ બેંક 600 કરોડ રૂપિયામાં યસ બેૅકના 60 કરોડ શેર ખરીદશે. 

સિતારમને વધુમાં જણાવ્યું હતું કે આરબીઆઇ અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે પણ સંપર્કમાં છે. હાલમાં યસ બેંકમાં 50,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકાતી નથી. આજે કેન્દ્રીય કેબિનેટે આરબીઆઇ દ્વારા પ્રસ્તાવિત યસ બેંકના રિસ્ટ્રકચરની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ) યસ બેંકની 49 ટકા ઇક્વિટીમાં રોકાણ કરશે.

અન્ય રોકાણકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી યસ બેંક પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી હતી.  નોટિફિકેશન જારી કરવામાં આવ્યાના ત્રણ દિવસની અંદર જ ઉપાડ સહિતના નિયંત્રણો દૂર કરવામાં આવશે અને સાત દિવસની અંદર નવા બોર્ડની રચના કરવામાં આવશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cX3xtF
via Latest Gujarati News

Post a Comment

0 Comments