
અમદાવાદ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
કોરોના વાઇરસ સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ચાલુ સપ્તાહમાં ડામાડોળ બનેલ વૈશ્વિક બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અમેરિકી બજારો સુધારા તરફી રહ્યા હતા.
પ્રતિકૂળ અહેવાલો પાછળ એશિયાઇ બજારોમાં ઇન્ડોનેશિયાના બજારને બાદ કરતાં અન્ય બજારોમાં પીછેહઠ થઈ હતી. બીજી તરફ યુરોપીયન બજારો મક્કમ બની રહ્યા હતા.
અમેરિકાના શેરબજારોમાં આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલીએ ડાઉજોન્સ ઇન્ડેક્સ મોડી સાંજે 349 પોઇન્ટ ઉછળીને 21550, નાસ્ડેક 105 પોઇન્ટ વધીને 7306 અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 41 પોઇન્ટ વધીને 2522ની સપાટીએ મક્કમ રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXQ6kk
via Latest Gujarati News
0 Comments