દુનિયામાં હયાત માત્ર 3 સફેદ જિરાફમાંથી 2ની શિકારીઓએ હત્યા કરી નાંખી

કેન્યા, તા.11 માર્ચ 2020, બુધવાર

2017માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.

કારણકે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ એવો છે કે, આવા માત્ર ત્રણ જિરાફ પૈકી માદા અને તેના બચ્ચાની શિકારીઓએ હત્યા કરી નાંખી છે.

ઉત્તર પૂર્વી કેન્યાના એક ગામમાં તેમના શબ મળી આવ્યા છે. આવુ એક માત્ર જિરાફ જીવતુ છે અને હવે દુનિયામાં આ એક જ સફેદ રંગનુ જિરાફ રહી ગયુ છે.

વન વિભાગના કહેવા પ્રમાણે મરનારા બે જિરાફ ત્રણ મહિના પહેલા દેખાયા હતા. આખા કેન્યા માટે આ દુખદ દિવસ છે.

આફ્રિકા વાઈલ્ડલાઈફ ફાઉન્ડેશનના કહેવા પ્રમાણે એમ પણ જિરાફની વસતી ઘટી રહી છે. માસ અને ચામડી માટે શિકારીઓ તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. 1985માં જિરાફની સંખ્યા 1.55 લાખ હતી.હવે ઘટીને 97000 થઈ ગઈ છે.

મરનારા સફેદ જિરાફ એક પ્રકારની જેનેટિક ખામી ધરાવતા હતા. જેના કારણે તેમની ચામડીનો રંગ સફેદ હતો.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3363ur0
via Latest Gujarati News

Post a Comment

0 Comments