
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.18 માર્ચ 2020, બુધવાર
કોરોના વાયરસના ભયથી વિશ્વભરમાં લોકડાઉનનો માહોલ છે. તેવામાં ભારતમાં પણ તકેદારીના પગલા રૂપે શાળા-કોલેજો-થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા. થિયેટરો બંધ થવાથી સૌથી વધુ ફટકો બે ફિલ્મોને પડયો હતો. જેમાંની એક બાગી ૩ અને બીજી અંગ્રેજી મીડિયમ છે. પરંતુ હવે આ બન્ને ફિલ્મોને ફરી રિલીઝ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
ટાઇગર શ્રોફ અભિનીત તૈયાર બાગી ૩એ જોકે પહેલા અઠવાડિયામાં કોઇ સમસ્યાનો સામનો કર્યો નહોતો. બીજા અઠવાડિયામાં વાયરસના કારણે આ ફિલ્મને પ્રતિસાદ મળ્યો નહોતો.
તો વળી ઇરફાન ખાનની અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો, આ ફિલ્મ ૧૩ માર્ચે રિલીઝ થઇ હતી. અને કોરોના વાયરસના કારણે બોક્સ ઓફિસ પર વ્યવસાય કરી શકી ન શકતાં પીટાઇ ગઇ. જોકે ફિલ્મ નિર્માતા દિનેશ વિઝને પહેલા જ ઘોષણા કરી દીધી છે કે, આ ફિલ્મને ફરી રિલીઝ કરવાનો વિચાર કરે છે.
બાગી ૩ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મના દિગ્દર્શક અહમદ ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાળા ફિલ્મને ફરીથી રિલીઝ કરવા તૈયાર છે. પરંતુ ફિલ્મના સહ નિર્માતા આ માટે રાજી નથી. સહ નિર્માતા ફોક્સ સ્ટારને લાગે છે કે, ફિલ્મ રિલીઝ કરવા માટે ફરી માર્કેટિંગ અને પ્રમોશન કરવું પડશે જેના કારણે વધુ પૈસા ખર્ચ થશે.
દિગ્દર્શક અહમદ ખાને જણાવ્યું હતું કે, અમે પહેલા પણ બાગી ૩ને કોરોના વાયરસના ભયના ઓથાર વચ્ચે રિલીઝ કરવાની ભૂલ કરી છે. હવે ફરી રિલીઝ કરવાના નિર્ણયને હું પ્રોડયુસર્સ સાજિદ નડિયાદવાળા અને ફોકસ સ્ટાર પર છોડું છું. હું તેમના નિર્ણયો સાથે સહમત છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wo9SZ9
via Latest Gujarati News
0 Comments