
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.18 માર્ચ 2020, બુધવાર
આજની પેઢીના સફળ અભિનેતાઓમાં રણબીર કપૂર અને વરુણ ધવનનું નામ મોખરે છે. બન્નેએ પોતાની ડેબ્યુ ફિલ્મથી જ સફળતા મેળવી લીધી છે. જ્યારે દક્ષિણની ફિલ્મોનો અભિનેતા પ્રભાસ તો આ વાતમાં એક કદમ આગળ છે. તેણે તેલુગુ, તમિલ ભાષાની સાથેસાથે હિન્દી ભાષી ફિલ્મોમાં પણ લોકપ્રિયતા મેળવી લીધી છે.
પ્રભાસની સફળતા અને સ્ટારડમ જોઇને દરેક ફિલ્મ નિર્માતાની તેના પર નજર છે.સૂત્રની માનીએ તો પ્રભાસને હિંદી ફિલ્મ માર્કેટમાં પોતાના સમકાલીન રણબીર કપૂર અને વરુણ ધવન કરતાં અધિક રકમ મળે છે.
વરુણ અને રણબીરના પણ બોલીવૂડમાં પ્રશંસકો છે, પરંતુ પ્રભાસ ફી અને લોકપ્રિયતામા બાજી મારી ગયો છે. બોલીવૂડના નિર્માતાઓ પણ પ્રભાસને સાઇન કરવા ઉત્સાહિત છે.
તે આજે બોક્સ ઓફિસની સફળતાની ગેરન્ટી બની ગયો છે. સેટેલાઇટ ખરીદવાથી લઇને વિતરણ બજાર સુધી પ્રભાસ ઉદ્યોગના અન્ય સિતારાઓની સરખામણીમાં અગ્રેસર છે.
રણબીર ફિલ્મ બ્રહ્માશ્ત્ર અને વરુણ કુલી નંબર વનની રિલીઝની રાહ જોઇ રહ્યો છે જ્યારે પ્રભાસ જલદી જ નાગ અશ્વિનના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UmmbCV
via Latest Gujarati News
0 Comments